આદરણીય કુલપતિશ્રી પ્રો. ગિરીશ ભીમાણી સાહેબનાં વરદ હસ્તે પી.સી. મહાલાનોબીસ આંકડાશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે વૃક્ષારોપણનાં કાર્યક્રમનું આયોજન આજ રોજ કરવામાં આવેલ હતું. ભવનના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહથી વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું જતન અને ઉછેર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.